Vadodara: સંસ્કારી નગરીમાં રખડતા ઢોર બેફામ, વધુ એક વૃદ્ધને ગાયે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

May 23, 2022 | 5:26 PM

વડોદરાના (Vadodara) પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હોવાની માહિતી છે.

વડોદરા (Vadodara) શહેરમાં રખડતા ઢોરનો (Stray cattle) આતંક સમય જતા વધતો જઇ રહ્યો છે. કારણે સેંકડો અકસ્માત (Accident) થઈ ચુક્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાય લોકો મોતને પણ ભેટ્યા છે. આમ છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ દરમિયાન ફરી આજે વડોદરાના પાદરા વિસ્તારમાં એક ગાયે એક વૃદ્ધને અડફેટે લીધા છે. વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. જેના પગલે વૃદ્ધના પરિવારજનોમાં રોષ ફેલાયો છે.

વડોદરામાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે. આ અંગે અનેક રજૂઆતો અને ટકોર કરવા છતાં તંત્રની કામગીરીમાં કોઈ સુધારો જણાયો નથી. શહેરને રસ્તે રખડતા જોખમમાંથી મુક્તિ અપાવવામાં તંત્ર સાવ નિષ્ફળ પુરવાર થયું હોય તેવુ લાગી રહ્યુ છે. વડોદરાના પાદરા વિસ્તારમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હોવાની માહિતી છે. ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના પરિવારે વીડિયો વાયરલ કરી રખડતા ઢોર મામલે રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.

આ પહેલા પણ વડોદરા શહેરમાં રખડતા ઢોરના હુમલાથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટના બનેલી છે. ગઇકાલે એટલે કે રવિવારે જ વડોદરામાં સમા સાવલી રોડ પર રખડતા ઢોરે એક ટુ-વ્હીલરચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકને હાથ, પગ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. તો 12 મેના રોજ પણ વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવતા સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલની આંખમાં ગાયનું શીંગડું આંખમાં ખુંપી ગયું હતું અને તેણે હંમેશા માટે આંખ ગુમાવી દીધી હતી.

Next Video