બનાસકાંઠાઃ સરકારી જમીન 50 ખેડૂતોને ફાળવણી કરી લાખો પડાવ્યા, મામલતદારે નોંધાવી ફરીયાદ

બનાસકાંઠાઃ સરકારી જમીન 50 ખેડૂતોને ફાળવણી કરી લાખો પડાવ્યા, મામલતદારે નોંધાવી ફરીયાદ

| Edited By: | Updated on: Feb 03, 2024 | 11:17 AM

બનાસકાંઠા જિલ્લામાં અજાણ્યા શખ્શોએ અમીરગઢ તાલુકામાં મામલતદારના નામે ખોટી સહીઓ કરીને છેતરપિંડી આચરવાનું સામે આવ્યુ છે. આ મામલે હવે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પોલીસે બોગસ સહી સિક્કા કરીને હુકમો નિકાળનારાઓની શોધખોળ શરુ કરી છે. આ મામલે અમીરગઢ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમીરગઢના ઉમરકોટ ગામમાં અઢી અઢી લાખમાં સરકારી જમીન ફાળવણી કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી જમીનની ફાળવણી માટે અઢી અઢી લાખ રુપિયાની રકમ ઉઘરાવી લેવામાં આવી હતી. આ માટે જમીન ફાળવણીના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યા હતા. જે હુકમમાં અમીરગઢ મામલતદારના રાઉન્ડ સીલ અને ખોટી સહીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ચાલુ વીજ લાઈનના તાર અને ડીપી ચોરી આચરતા શખ્શ ઝડપાયા, 20 ભેદ ઉકેલાયા

આ દરમિયાન એક ખેડૂત અમીરગઢ મામલતદાર કચેરીમાં અરજી પંચનામા માટે પહોંચ્યો હતો. જેને લઈ તપાસ શરુ કરવામાં આવતા મામલતદાર કચેરી ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં જ ખોટા હુકમનો મામલો જણાતા મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસને આ અંગે જાણ કરી હતી. અમીરગઢ પોલીસે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. તપાસ કરતા લગભગ 50 જેટલા ખેડૂતોને આ પ્રકારના ખોટા હુકમ આપવામાં આવ્યા છે અને પૈસા પડાવ્યા છે. પોલીસે હવે આ પ્રકારે છેતરપિંડી આચરનારાઓની શોધખોળ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 03, 2024 11:16 AM