કુરિવાજો પર બ્રેક : માલધારી સમાજે લગ્ન પૂર્વ ચાલ્લા, સોનાની પહેરામણી જેવા રિવાજો દૂર કર્યા, નવા નિયમો પર સમાજે મારી મહોર

|

Aug 08, 2022 | 7:20 AM

રબારી સમાજે સર્વસંમતિથી સામાજીક કુરિવાજ ઘટાડીને યુવાનોના શિક્ષણમાં (Education) વધારે ખર્ચ કરવા સહમતિ સાધી. મહત્વનું છે કે, કારમી મોંઘવારીમાં રબારી સમાજે કરેલા સુધારા અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.

અમદાવાદમાં (Ahmedabad) માલધારી મહાપંચાયતની બેઠકમાં સામાજિક કુરિવાજો અને વ્યવહારોના ખોટા ખર્ચ દૂર કરવાનું નક્કી કરાયું.એટલું જ નહીં માલધારી સમાજના (maldhari Community) ધાર્મિક, રાજકીય આગેવાનોએ ખર્ચા ઓછા કરવા નવું બંધારણ સર્વસંમતિથી સ્વીકાર્યું.રબારી સમાજે પાટણથી શરૂ કરેલી પહેલ હવે ધીરે-ધીરે રાજ્યમાં આગળ વધી રહી છે.જેમાં સગાઈ (Engagement) અને લગ્ન પ્રસંગે સોનાની પહેરામણી ઓછી આપવા, ચાંલ્લાની રકમ ઘટાડવા અને ભોજન સમારોહ ઓછો કરવાનું નક્કી કરાયું. તો મામેરૂ અને અન્ય રિવાજોમાં પણ કપડા, ઘરેણા ઓછા આપવાનો નિર્ણય લેવાયો છે.

રબારી સમાજે સર્વસંમતિથી સામાજીક કુરિવાજ ઘટાડીને યુવાનોના શિક્ષણમાં (Education) વધારે ખર્ચ કરવા સહમતિ સાધી. મહત્વનું છે કે, કારમી મોંઘવારીમાં રબારી સમાજે કરેલા સુધારા અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.

 સમાજને અસર કરતા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા

માલધારી મહાપંચાયતના કન્વીનરોની બેઠકમાં સમાજને અસર કરતા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.રાજ્યમાં પ્રસરી રહેલા લમ્પી વાયરસ (Lumpy virus) મુદ્દે ચર્ચા કરી ગાય અને ગૌવંશ બચાવવા પશુપાલકોને મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું.ઉપરાંત સરકાર મૃત્યુ પામેલી ગાય દીઠ 1 લાખ રૂપિયાનું સરકાર (Gujarat Govt) વળતર આપે તેવી પણ માગણી કરવામાં આવી છે.

રાજ્યભરમાં જે પશુપાલકો ગાયનું દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા એ ગાય પર હવે લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.પશુપાલકોની સ્થિતિ એવી છે કે આંખો સામે જ ગાય મરી રહી છે જેની સામે પશુપાલકો પણ લાચાર બન્યા છે, ત્યારે સૌથી વધુ ગાયોના મોત થતા દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે મોટાભાગે માલધારી સમજા પશુ વ્યવસાય સાથે સંકળાયેલો છે.

Published On - 7:20 am, Mon, 8 August 22

Next Video