વીડિયો : ગુજરાતના માલધારીઓ આકરાપાણીએ, ગૌચર જમીન પચાવી પાડનારાઓ સામે વિરોધ દર્શાવવા શરુ કર્યુ આંદોલન
ગુજરાતભરના માલધારીઓ આંદોલન પર ઊતર્યા છે. આંદોલનની જાહેરાત માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી દેસાઈએ કરી છે. ગૌચરની જમીન છીનવાઇ હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજ આંદોલન પર ઉતર્યો છે. અલગ અલગ માગણી પુરી કરવા માલધારી સમાજે રજૂઆત કરી છે.
આજથી ગુજરાતભરના માલધારીઓ આંદોલન પર ઊતર્યા છે. આંદોલનની જાહેરાત માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી દેસાઈએ કરી છે. ગૌચરની જમીન છીનવાઇ હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજ આંદોલન પર ઉતર્યો છે. અલગ અલગ માગણી પુરી કરવા માલધારી સમાજે રજૂઆત કરી છે.
માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું કે, માલધારી સમાજની લડત ચાલુ થવાની છે, તેમાં આ લડત રખડતાં પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની પણ નથી. આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.
શું છે માલધારીઓની માગ ?
માલધારીઓની માગ છે કે વર્ષોથી ભોગવટાની જગ્યાએ પશુ રાખવાનું લાયસન્સ આપવામાં આવે, ઘર આંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં ન આવે, પશુઓ માટે ગૌચરની જગ્યા પાછી આપવામાં આવે અને ગૌચર પચાવી પાડનારા લોકોને જેલમાં પૂરવામાં આવે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
