Rajkot :લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો, AAPમાંથી રોહિત ભુવાએ આપ્યું રાજીનામું

|

Feb 03, 2024 | 2:17 PM

રોહિત ભુવાએ ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર - જામકંડોરણાથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, જો કે હવે તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિતના પદેથી રાજીનામુ આપ્યુ છે. 

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. એક તરફ AAP ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કેસરિયા કરી લીધા છે.બીજી તરફ AAPમાંથી રોહિત ભુવાએ પણ રાજીનામું આપ્યું છે.

જેતપુર – જામકંડોરણાથી નોંધાવી હતી ઉમેદવારી

રોહિત ભુવાએ ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર – જામકંડોરણાથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, જો કે હવે તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિતના પદેથી રાજીનામુ આપ્યુ છે.  અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શકયતા છે.

ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા

મહત્વનું છે કે AAPના પૂર્વ MLA ભૂપત ભાયાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પોતાના મત વિસ્તાર વિસાવદરમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે જોડાયા તે પહેલા તેઓ ભાજપમાં હતા.

વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. ભૂપત ભાયાણી અહીં વધુ વોટ મેળવીને વિજયી થયા હતા. ભૂપત ભાયાણી 66 હજાર વોટ સાથે જીત્યા હતા. જ્યારે હર્ષદ રિબડિયા કે જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા.તેમને અહીં ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી.જો કે તેઓ આ બેઠક પરથી હાર્યા હતા. બીજી તરફ અહીં કોંગ્રેસમાંથી કરસનભાઇ વાડોદરિયા પણ આ બેઠક પર હાર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video