રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 5ના મોત, ધારાસભ્ય લવિંગજી ઠાકોરે NHAIની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા – જુઓ Video

| Updated on: Oct 05, 2025 | 8:16 PM

ગુજરાત રાજ્યમાં અવારનવાર થતા માર્ગ અકસ્માતો લોકો માટે ચિંતાનો વિષય બની ગયા છે. એવામાં હાલમાં પાટણ નજીક રાધનપુર ખાતે ભીષણ અકસ્માત સર્જાયો હતો.

ગુજરાત રાજ્યમાં અવારનવાર થતા માર્ગ અકસ્માતો લોકો માટે ચિંતાનો વિષય બની ગયા છે. સતત વધતા અકસ્માતોના કારણે જાનહાનિની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે રસ્તા સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

હાલમાં પાટણ નજીક રાધનપુર ખાતે ભીષણ અકસ્માત સર્જાયો હતો. સરદારપુરા નજીક ટ્રેલરચાલકે બે બાઈક અને બે જીપને ટક્કર મારી હતી, જેના કારણે એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે GMERS ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ અને હાલ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે National Highways Authority of India (NHAI) ની બેદરકારી સામે આક્ષેપ કર્યા છે અને એકતરફનો હાઈવે બંધ રાખવામાં આવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 05, 2025 07:13 PM