Gujarat Election 2022: વગર ચૂંટણીએ બીજી બેઠક ગુમાવતું ‘આપ’, અબડાસાના ઉમેદવારે AAP છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:23 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના અબડાસામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે અંતિમ સમયમાં જ પક્ષનો સાથ છોડીને ભાજપને ટેકો આપવાનો નક્કી કર્યુ છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે.

વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી છે. અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિહ જાડેજાને પણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે અબડાસા બેઠક પર આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થવાની શક્યતા છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે. આ પહેલા સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતુ. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાની પાસે ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી તેઓ આપના બેનર હેઠળ ચૂંટણી નહીં લડી શકે. આમ સુરત પૂર્વ બેઠક અને અબડાસા બેઠક પર AAP ચૂંટણી નહીં લડી શકે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">