વડોદરા-હાલોલ રોડ પરની ક્રિષ્ના આશરોય કંપનીમાં આગ લાગી, આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે
વડોદરા-હાલોલ(Vadodara) રોડ પરની ક્રિષ્ના આશરોય કંપનીમાં મોટી આગ(Fire) લાગવાની ઘટના બની છે.કંપનીમાં ભીષણ આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે..આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે.
વડોદરા-હાલોલ(Vadodara) રોડ પરની ક્રિષ્ના આશરોય કંપનીમાં મોટી આગ(Fire) લાગવાની ઘટના બની છે.કંપનીમાં ભીષણ આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે..આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે.ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે.હાઇટેન્શન લાઇન તૂટતાં આગ લાગી છે. જો કે આ ઘટનામાં અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.