Valsad : પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 6થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળે, જુઓ Video

Valsad : પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 6થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Dec 06, 2025 | 12:37 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત વલસાડના પારડી ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની છે. વલસાડના પારડીના ઉમરસાડી ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત વલસાડના પારડી ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની છે. વલસાડના પારડીના ઉમરસાડી ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી.

બી એન ઈન્ડસ્ટ્રીઝના યુનિટ 2માં લાગી આગ

પ્રાપ્તથતી માહિતી અનુસાર બી એન ઈન્ડસ્ટ્રીઝના યુનિટ 2માં આગ લાગી હતી. એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં અચનાક આગ લાગતા દોડધામ મચી હતી. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પારડી,વલસાડ,અતુલ સહિત વાપી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના બની નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો