Bhavnagar : મહુવાની તાલુકા પ્રાથમિક શાળાના આચાર્યની ગંદી કરતુત, ધોરણ-7ની વિદ્યાર્થિની સાથે કરતો હતો અડપલા, જૂઓ Video

Bhavnagar : મહુવાની તાલુકા પ્રાથમિક શાળાના આચાર્યની ગંદી કરતુત, ધોરણ-7ની વિદ્યાર્થિની સાથે કરતો હતો અડપલા, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 23, 2023 | 11:49 AM

ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકીને શાળા નંબર 1નો ઈન્ચાર્જ આચાર્ય વારંવાર પરેશાન કરતો હતો અને બાળકીને ચૂપ રહેવા ધમકી પણ આપતો હતો. ત્રણ-ચાર મહિનાથી ચાલતી હેરાનગતિથી કંટાળેલી વિદ્યાર્થિનીએ અંતે પરિવારજનોને જાણ કરી હતી. તો બાળકીના પિતાએ મહુવા પોલીસ સ્ટેશને ઈન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે.

Bhavnagar : ફરી એક વાર ગુરુની ગરિમાને લાંછિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાના આચાર્યએ (Principal)  શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકીને શાળા નંબર 1નો ઈન્ચાર્જ આચાર્ય વારંવાર પરેશાન કરતો હતો અને બાળકીને ચૂપ રહેવા ધમકી પણ આપતો હતો. ત્રણ-ચાર મહિનાથી ચાલતી હેરાનગતિથી કંટાળેલી વિદ્યાર્થિનીએ અંતે પરિવારજનોને જાણ કરી હતી. તો બાળકીના પિતાએ મહુવા પોલીસ સ્ટેશને ઈન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે અડપલા કરનાર આચાર્યને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Gujarat: તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા, ‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો!

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો