મહીસાગર : પાણી પુરવઠા વિભાગના રોજમદારોની બગડી દિવાળી, 200 જેટલા કામદારો પગારથી વંચિત

| Edited By: | Updated on: Nov 11, 2023 | 6:00 PM

એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતનો આક્ષેપ કરતા કામદારોએ જણાવ્યું કે એજન્સી અને કોન્ટ્રાક્ટરો 12 હજારને બદલે 7 હજાર પગાર આપે છે. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા એજન્સીને જાણ કરવા છતાં પગાર ન થતા વિભાગના આદેશનું પણ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે.

મહીસાગરમાં પાણી પુરવઠા વિભાગમાં લાઈનમેન તરીકે કામ કરતા રોજમદારોની બગડી દિવાળી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે દિવાળી પર જ 200 જેટલા કામદારો પગારથી વંચિત છે. છેલ્લા બે મહિનાથી પગાર ન થયો હોવાથી કામદારોની સ્થિતિ કફોડી બની છે.

આ પણ વાંચો મહીસાગરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લીધો લાભ

એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતનો આક્ષેપ કરતા કામદારોએ જણાવ્યું કે એજન્સી અને કોન્ટ્રાક્ટરો 12 હજારને બદલે 7 હજાર પગાર આપે છે. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા એજન્સીને જાણ કરવા છતાં પગાર ન થતા વિભાગના આદેશનું પણ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો