આંતરરાજ્ય સરહદી જિલ્લાઓમાં બુટલેગલરો દારુની હેરફેર કરવા માટે જોખમી રીતે વાહન હંકારીને દારુના જથ્થાને ગુજરાતમાં ઘૂસાડતા હોય છે. મહિસાગર જિલ્લામાં થઈને પણ દારુને ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ આવી જ રીતે બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. પરંતુ મહિસાગર પોલીસે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. મહિસાગર પોલીસની ટીમે સેનાદરીયા પાસેથી આ કારને ફિલ્મી સ્ટાઈલથી પીછો કરીને ઝડપી હતી.
પોલીસને બાતમી મળતા જ રસ્તા પર શંકાસ્પદ વાહનો પર નજર રાખવી શરુ કરી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી, જેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ કારના ચાલકે તેની પૂરપાટ ઝડપે દોડાવી મુકીને રસ્તા પર અન્ય વાહનો અને લોકોને માટે જોખમ સર્જી દીધુ હતુ. પરંતુ પોલીસે પણ ફિલ્મી સ્ટાઈલથી એ વાહનનો પીછો કર્યો હતો અને સાયરન વડે લોકોને એલર્ટ કરી દીધા હતા. પોલીસનો ગજબનો પીછો જોઈને આખરે બુટલેગરોએ કારને મુકી ભાગી જવા માટે મજબૂર થઈ ગયા હતા. આખરે મોકો જોઈને કારની ધીમી કરી ચાલક કૂદીને ફરાર થઈ ગયો હતો. તો કાર ઝાડને અથડાઈ હતી. ચાલકના આ સાહસને લઈ તે દારુના નશામાં હોવાનુ પોલીસનુ પ્રાથમિક અનુમાન છે. પોલીસે દારુનો જથ્થો અને કારને જપ્ત કર્યો હતો.
Published On - 7:04 pm, Wed, 27 September 23