લો બોલો…હવે સ્કૂલ બેગમાં પણ દારૂની હેરાફેરી, દાહોદ જતી બસમાં વિદેશી દારૂની 155 બોટલો મળી, જુઓ વીડિયો
પોલીસે સંતરામપુરના હરસિદ્ધિ મંદિર ખાતે બસ રોકાવી ચેકિંગ કરતા વિદેશી દારૂની 155 બોટલ મળી આવી હતી. પોલીસે 1 કિશોર સહિત 9 આરોપીની બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અપનાવતા હોય છે. અંડરગ્રાઉન્ડમાં દારૂ સંતાડવાથી લઈને પેટ્રોલના કે ગેસના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું છાશવારે સામે આવતું હોય છે. ત્યારે હવે સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. મહીસાગરના ડુંગરપુરથી દાહોદ જતી બસમાં સ્કૂલ બેગમાંથી વિદેશી દારૂ પકડાયો છે.
આ પણ વાંચો રાજ્યમાં ફરી માવઠું, મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
પોલીસે સંતરામપુરના હરસિદ્ધિ મંદિર ખાતે બસ રોકાવી ચેકિંગ કરતા વિદેશી દારૂની 155 બોટલ મળી આવી હતી. પોલીસે 1 કિશોર સહિત 9 આરોપીની બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી છે. દારૂ સહિત કુલ રૂ.83 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
