રાજ્યમાં ફરી માવઠું, મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો

|

Dec 01, 2023 | 4:56 PM

માવઠાની આગાહી વચ્ચે 1 ડિસેમ્બરે મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

રાજ્યમાં હાલ શિયાળો ચાલી રહી રહ્યો છે, પરંતુ માહોલ ચોમાસા જેવો લાગી રહ્યો છે. ચાર દિવસ પહેલા કમોસમી માવઠાએ અનેક શહેરમાં કહેર મચાવ્યો હતો. ત્યારે ફરી એકવાર મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો આજનું હવામાન : માવઠાને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં કેવુ રહેશે વાતારણ વીડિયો દ્વારા જાણો

માવઠાની આગાહી વચ્ચે 1 ડિસેમ્બરે મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર ગુજરાતમાં પણ થશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video