Gujarati Video : નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં રોષ, આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી

| Edited By: | Updated on: Mar 23, 2023 | 3:39 PM

મહીસાગર (Mahisagar) જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો ન્યાય માટે માગ કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં નદીમાંથી યુવતીના મૃતદેહ મળવાનો કેસમાં યુવતીના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આરોપીને સજા અને મૃતક યુવતીને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે. યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. આરોપીને ઝડપી પાડવા પરિવારજનોએ માગ કરી છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં યુવતીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પરિવારજનોએ જણાવ્યુ છે કે ન્યાય ન મળે ત્યા સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. સાથે જ મૃતક યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

આ સાથે જ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહીસાગર કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જ્યાં સુધી આ કૃત્ય કરનાર આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહી સ્વીકારે તેવુ જણાવ્યુ છે. હાલ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટોમ માટે લઇ જવામાં આવ્યો છે.