Mahisagar: ST બસની ટક્કરે બાઇકનો અકસ્માત, જુઓ Live Video
રાણીજીની પાદેડી ગામે એસ.ટી.બસે ઓવરટેક કરતા સમયે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી. બસ ચાલકે બાઇકને ઓવરટેક કરતાં બાઇકને ટક્કર લાગે છે અને બાઇક સવાર અકસ્માતનો ભોગ બને છે.
Mahisagar: લુણાવાડા-સંતરામપુર રોડ પર એસ.ટી.બસે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. સમગ્ર અકસ્માતનાં LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાણીજીની પાદેડી ગામે એસ.ટી.બસે ઓવરટેક કરતા સમયે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સંતરામપુર સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. સમગ્ર અકસ્માતની ઘટના પાછળ આવતી કારના કેમેરામાં કેદ થઈ છે.
આ પણ વાંચો : મહીસાગરના કાકોશીમાં જમવાની બાબતે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત
અકસ્માતની ઘટના છાસવારે સામને આવતી હોય છે ત્યારે આ ઘટનામાં કેટલાય લોકોનો જીવા ગયો છે. આવી ઘટનાઓમાં બાઇક ચાલકો મોટા વાહનોની અડફેટે મોતને ભેટતા હોય છે. આવી જ ઘટના મહીસાગરમાં બની છે. જેનો Live વીડિયો સામે આવ્યો છે. બસ ચાલકે બાઇકને ઓવરટેક કરતાં બાઇકને ટક્કર મારતા અકસ્માતનો બનાવ બને છે. આ ઘટનાનો વીડિયો બાઇક પાછળ આવતી કાર માઠી કેદ થયો છે. હાલ આ ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો