Mehsana: ‘આપ’ની તિરંગા યાત્રાના રૂટમાં તિરંગાનું અપમાન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Jun 06, 2022 | 8:48 PM

યાત્રા શરૂ થાય એ પહેલા જ તિરંગાનું અપમાન થયું હોવાના સમાચાર છે. યાત્રામાં સામેલ થનારા લોકો અને કાર્યકરો દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં (Gujarat News) જેમ – જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ- તેમ નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. ત્યારે મહેસાણા જીલ્લામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા (Tiranga Yatra) યોજાઈ હતી. જેમાં યાત્રા શરૂ થાય એ પહેલા જ તિરંગાનું અપમાન થયું હોવાના સમાચાર છે. યાત્રામાં સામેલ થનારા લોકો અને કાર્યકરો દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની આ યાત્રામાં અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા ઈન્દ્રનીલ રાજગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં લોકો પણ જોડાયા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ મળેલા છે. ભાજપના અસલી મુખ્યમંત્રી સીઆર.પાટીલ છે. મેં હમણાં એમનું ભાષણ સાંભળ્યું અને એમણે નામ લીધા વિના કહ્યું કે એ મહાઠગ છે. સીધુ સીધુ કહો કે કેજરીવાલ મહાઠગ છે. તેઓ મારું ભાષણ એ સાંભળતા હશે. એમની હિંમત નથી થતી કે મારું નામ લે. પાટીલ સાહેબ, હિંમત હોય તો કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ધમકાવો. આ સાથે તેમણે કહ્યું કે દિલ્હીમાં આર્મીમેનના પરિવારજનોને અમે એક કરોડ રૂપિયા આપીએ છીએ. હું રજૂઆત કરું છું કે, ગુજરાત સરકાર દ્વારા પણ આર્મીમેનને એક કરોડની સમ્માન રાશી આપવામાં આવે.

Next Video