Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 03, 2023 | 3:52 PM

મહેસાણાના વડસ્મા નજીક ફાર્મસી કૉલેજમાં વિદ્યાર્થીનીના મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તિતિક્ષાની હત્યા કર્યા હોવાનું સામે આવ્યુ છે.

મહેસાણાના વડસ્મા નજીક ફાર્મસી કૉલેજમાં વિદ્યાર્થીનીના મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તિતિક્ષા નામની વિદ્યાર્થીનીએ આપઘાત નહોતો કર્યો પણ તેની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. હત્યાને અંજામ આપનારો શખ્સ તેનો સહ-અભ્યાસી જ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Maharashtra : પુણે સતારા રોડ પર સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, 3 દુકાનો બળીને ખાક – VIDEO

આરોપી વિદ્યાર્થી પ્રવિણ ગાવિત તિતિક્ષાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. તે તિતિક્ષાને કૉલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના રૂમ નંબર-2માં લઈ ગયો હતો. ત્યારબાદ તિતિક્ષાનું મોઢું અને નાક દબાવી દઈને હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક અનુમાનના આધારે પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. જોકે બાદમાં તપાસ કરતા હત્યા થયાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પ્રવિણ ગાવિત સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કડક કાર્યવાહિ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 03, 2023 03:51 PM