જુનાગઢના ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહા શિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યુ હતુ. ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય યોજાયેલ મહાશિવરાત્રીનો મેળામાં મૃગી કુંડમાં સ્નાનનુ અનેરુ મહત્વ હોય છે.
ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને હર હર મહાદેવનો જયઘોષોથી વાતાવરણ ભક્તિમય જોવા મળ્યુ. આપને જણાવી દઈએ કે આ પહેલા ભવનાથ ધામમાં શાહી રવેડી નીકળી હતી, જેને આ મેળાનું આકર્ષણ માનવમાં આવે છે. તો બીજી તરફ આ રવેડીને જોવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પણ ઉમટ્યા હતા.
મહાશિવરાત્રીના ભવ્ય મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું.ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાં હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભવનાથ આવતા ભાવિકોની માન્યતા છે કે ભવનાથમાં આવી અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના સાનિધ્યમાં આવી તમામ દુઃખ દર્દ દૂર થાય છે. તો બીજી તરફ નાના બાળકો પણ ભગવાન શિવનું રૂપ ધારણ કરી ભાવિકોને મનમોહક કર્યા હતા.