અમરેલીમાં લમ્પી વાયરસથી પશુપાલકો ત્રાહિમામ

|

Jul 16, 2022 | 10:53 PM

અમરેલીના (Amreli) બાબરા તાલુકાના ગામોના પશુઓમાં પણ લમ્પી વાઇરસે દેખા દીધી છે. એક અહેવાલ મુજબ અમરેલીના ઈશ્વરીયા કરિયાણાના નાની કુંડળ સહિતના ગામોમાં 8 થી 10 જેટલા પશુનાં મોત થયાં છે અને હાલમાં 40 થી60 જેટલા પશુઓ બીમાર છે.

અમરેલીના (Amreli) બાબરા તાલુકાના ગામોના પશુઓમાં પણ લમ્પી વાઇરસે દેખા દીધી છે. એક અહેવાલ મુજબ અમરેલીના ઈશ્વરીયા કરિયાણાના નાની કુંડળ સહિતના ગામોમાં 8 થી 10 જેટલા પશુનાં મોત થયાં છે અને હાલમાં 40 થી60 જેટલા પશુઓ બીમાર છે. ઇશ્વરીય ગામે રાઘવભાઈ ભરવાડ નામના વ્યક્તિના 8 પશુના 12 દિવસમાં મોત થયાં છે. આ અંગે જિલ્લા પંચાયતના સભ્યોએ જિલ્લા પશુપાલન અધિકારીઓને જાણ કરી હતી. આ પરિસ્થિતિમાં વેટરનરી ડોક્ટર પશુઓને સારવાર આપી રહ્યા છે તેમજ પશુપાલકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે.

લમ્પી વાયરસના લક્ષણો

લમ્પી વાયરસમાં પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ન લેવો, પશુનુ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી જોઈએ. જો 3 થી 5 દિવસમાં સારવાર ના મળે તો વાયરસ જીવલેણ બની શકે છે. નોંધીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ગાય અને બળદમાં લમ્પી વાયરસે દેખા દીધી છે.

ક્ચ્છમાં  લમ્પી માટે ઊભી કરવામાં આવી  છે  હેલ્પલાઇન

કચ્છ જીલ્લામાં  જૂન મહિનામાં કુલ 1,580 પશુઓને સારવાર અને 11,557 પશુઓનું રસીકરણ કરાયુ છે અને આ રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રખાશે. લમ્પી રોગ પર નિયંત્રણ માટે જિલ્લા તથા તાલુકાકક્ષાએ નોડલ અધિકારીઓની કચ્છમા નિમણૂંક પણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.

પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, તાલુકા ખાતે આવેલ પશુ દવાખાના અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરાયો છે.તો  જૂન મહિનાની શરૂઆતથી જ  રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, પોરબંદર તથા આસપાના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા હતા આથી વિવિધ જિલ્લાના તંત્ર દ્વારાપશુઓમાં રસીકરણની  કામગીરી વધારવામાં આવી છે.

Next Video