LRDની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 2 લાખ 94 હજાર ઉમેદવારો પાસ થયા

|

Feb 22, 2022 | 2:53 PM

LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે. ઉમેદવારો લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ.

લોકરક્ષક દળ (LRD)ની શારીરિક પરીક્ષા (Physical examination)નું પરિણામ જાહેર કરાયું છે. કુલ 6 લાખ 56 હજાર ઉમેદવારોમાંથી (Candidates) 2 લાખ 94 હજાર ઉમેદવારો પાસ થયા છે. હવે આ ઉમેદવારોની 10 એપ્રિલે લેખિત પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ (LRD)ની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2.94 લાખ હજાર પરીક્ષાર્થી પાસ થયા છે. શારીરિક કસોટી 29મી જાન્યુઆરી 2022એ જ પૂર્ણ થઈ હતી. ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ પરિણામો lrdgujarat2021.in સાઈટ પરથી જાણી શકાશે.

એક અઠવાડિયા સુધીમાં વાંધા અરજી માટેનો સમય આપવામાં આવ્યો છે તો હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત કરાઈ ચૂકી છે. LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે. ઉમેદવારો લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. રાજ્યના ચાર મોટા શહેરોમાં પરીક્ષા લેવાની હાલના તબક્કે તૈયારીઓ છે. સીસીટીવી કલાસ રૂમમાં જ પરીક્ષાઓ લેવાશે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું કે લોકરક્ષક ભરતીના પરિણામ બાબતે ઉમેદવાર કોઈપણ રજૂઆત કરવા માગતા હોય તો તારીખ 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં બોર્ડને મળી જાય તે રીતે લેખિત અરજી કરી શકશે.

આ પણ વાંચો- જયરાજસિંહ પરમારનું કોંગ્રેસને બાય બાય, સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો

આ પણ વાંચો- Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 માટે રુ. 1210.73 કરોડનુ અંદાજપત્ર રજુ કરાયુ, વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસની જાહેરાત

 

Published On - 10:47 am, Tue, 22 February 22

Next Video