રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા

|

Apr 09, 2022 | 3:54 PM

લોક રક્ષકની ભરતીમાં (LRD Recruitment) શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.

લોકરક્ષક દળમાં ભરતી (LRD Recruitment) માટે પ્રથમ શારીરિક કસોટી લેવાયા બાદ તેમાં ક્વોલીફાઇડ થયેલા ઉમેદવારોની આવતીકાલે એટલે કે રવિવારે લેખિત પરીક્ષા (Written examination) યોજાશે. લોકરક્ષક દળની ભરતી પરીક્ષા રવિવારે બપોરે 12થી 2 કલાક દરમિયાન યોજાશે. રાજ્યના 954 સેન્ટર પર LRD બોર્ડ દ્વારા ભરતી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. લોક રક્ષક દળના 2.95 લાખ કોલ લેટર અત્યાર સુધીમાં ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરી અટકાવવા માટે એક વર્ગખંડમાં એક જ જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

આ પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે. જે માટે પરીક્ષાર્થીઓને 9-30થી લઈને મોડામાં મોડા 11 વાગ્યા સુધીમાં કેન્દ્ર પર પહોંચવા સૂચન કરાયું છે. લોકરક્ષક ભરતી પરીક્ષાના તમામ રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. આ પરીક્ષાના પેપર ઉમેદવારોની હાજરીમાં જ ખોલવામાં આવશે. તો પરીક્ષાર્થીઓની હાજરીમાં જ OMR સીલ કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા હશે. પરંતુ વિદ્યાર્થીઓ બે કલાક દરમિયાન ખંડની બહાર જઈ નહીં શકે. પરીક્ષામાં સામેલ સ્ટાફને પણ ગેરરીતિ અટકાવવાના કડક સૂચન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot: ગરમ મસાલો ખરીદતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચોઃ Vadodara: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 3:45 pm, Sat, 9 April 22

Next Video