TV9 Exclusive : લમ્પીની સ્થિતિમાં પણ દૂધ પીવુ હિતાવહ છે ? જાણો શું કહ્યું અમૂલના MD એ

|

Aug 06, 2022 | 11:11 AM

અમૂલના ચેરમેને સ્વિકાર્યું કે લમ્પીના (lumpy virus case) કારણે દૂધ ઉત્પાદનમાં (milk flow)ઘટાડો થાય છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેતી નથી.

લમ્પી વાયરસે (Lumpy virus) રાજ્યમાં કહેર મચાવ્યો છે. 20 જિલ્લાઓમાં પશુઓ (cattle) લમ્પી વાયરસનો શિકાર બની ચૂક્યા છે. લમ્પીગ્રસ્ત પશુઓના કારણે અનેક જિલ્લાઓની ડેરીમાં(Dairy)  દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું હતું.આ મુદ્દે TV9એ GCMMFના MD આર.એસ.સોઢી સાથે વાતચીત કરી.અમૂલના ચેરમેને સ્વિકાર્યું કે લમ્પીના (lumpy virus case) કારણે દૂધ ઉત્પાદનમાં (milk flow)ઘટાડો થાય છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેતી નથી.

દૂધ ઉત્પાદનની સાથે લોકોમાં એક પ્રશ્નએ ખૂબ ચિંતા ઉપજાવી છે તે છે કે શું હાલના સમયમાં દૂધ પીવુ હિતાવહ છે. તો આ મુદ્દે પણ આર.એસ.સોઢીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે લમ્પીની કોઈ અસર દૂધમાં થતી નથી. પેકિંગવાળુ દૂધ ગરમ કર્યા બાદ ઠંડુ કરીને જ પેક કરવામાં આવે છે એટલે તેને પીવુ સુરક્ષિત છે. તો ખુલ્લા દૂધને પણ ગરમ કરીને આરોગી શકાય છે.

Published On - 1:12 pm, Thu, 4 August 22

Next Video