અમદાવાદમાં ફરી લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, પોલીસે ફરિયાદ નોંધી યુવકની કરી ધરપકડ, જુઓ-Video

|

May 28, 2024 | 12:58 PM

અમદાવાદમાં ફરી એકવાર લવજેહાદનો કિસ્સો સામે આવતા હોબાળો મચી ગયો છે. હોટલમાં રોકાવા માટે રેહાન શેખ નામના યુવકે હિન્દુ યુવતીના બનાવટી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ઓરોપી રેહાન શેખની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે હોટલમાં રોકાવવા માટે હિન્દુ યુવતીના આધારકાર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા. ત્યારે આ મામલે હિન્દુ સંગઠનના ભારે દબાણ બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં હોટલમાં રોકાવવા માટે યુવતીના બનાવટી આધારકાર્ડનો ઉપયોગ થયો તેની માહિતી હિન્દું સંગઠનોને મળતા સગંઠનના કાર્યકરોએ માહિતી અમદાવાદ પોલીસને આપી અને આ અંગે તપાસ કરતા માહિતી સાચી સાબિત થઈ હતી.

લવજેહાદનો ફરી એકવાર કિસ્સો સામે આવ્યો

અમદાવાદમાં ફરી એકવાર લવજેહાદનો કિસ્સો સામે આવતા હોબાળો મચી ગયો છે. હોટલમાં રોકાવા માટે રેહાન શેખ નામના યુવકે હિન્દુ યુવતીના બનાવટી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ઓરોપી રેહાન શેખની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ યુવકે યુવતીનું નામ બદલીને આમીના બાનુ આધારકાર્ડમાં દર્શાવ્યું હતુ, તે સાથે પતિ તરીકે આરોપીએ તેનું નામ દર્શાવ્યું હતુ .

આ સમગ્ર મામલે ફોટો એડિટ એપથી આધારકાર્ડમાં ચેડા કરવામાં આવ્યા હતા.આ અંગેની માહિતી હિન્દુ સંગઠનોને જાણકારી મળતા આ મામલે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

ફોટો એડિટ એપથી આધારકાર્ડમાં કર્યો બદલાવો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવક રેહાન અહેમદ અબ્દુલ શેખ છોટાઉદેપુરનો રહેવાસી છે અને એક યુવતીએ હોટલમાં રોકાવવા માટે પુરાવા તરીકે આપેલાં યુવતીનાં આધારકાર્ડમાં ચેડા થયેલા છે. આરોપી રેહાને ફોટો એડિટ કરવાની એપ મારફતે આધારકાર્ડમાં ચેડા કર્યા હતા. શંકા ન જાય તે માટે હિન્દુ યુવતીનું નામ બદલી મુસ્લિમ નામ શેખ આમીના બાનુ કર્યું હતુ અને તેના પતિના નામ તરીકે આરોપીએ પોતાનું જ નામ દર્શાવ્યું હતુ.

આરોપીની ધરપકડ કરી

વસ્ત્રાપુર પોલીસે હાલ ફરિયાદ આરોપી રેહાન શેખ અને યુવતી સામે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. રેહાને યુવતીના નકલી આધારકાર્ડનો ઉપયોગ કેટલી જગ્યાએ કર્યો છે અને અન્ય કોઇના આધારકાર્ડ આ રીતે બનાવ્યા છે કે નહીં તે તમામ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Next Video