શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથમાં દાદાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ VIDEO

|

Aug 22, 2022 | 11:46 AM

વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા માટે લાંબી લાઇનો લાગી છે. સોમનાથ મહાદેવને જળાભિષેક અને દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.

Gir Somnath : શ્રાવણ માસના (Sharavan month) અંતિમ સોમવારે સોમનાથમાં દાદાના (Lord Somnath mahadev)દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે.શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો (Devotee)  ઉમટી રહ્યાં છે.વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા માટે લાંબી લાઇનો લાગી છે. અને સોમનાથ મહાદેવને જળાભિષેક અને દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.એટલું જ નહીં લોકોને સુખ શાંતિ મળે તેવી પણ ભાવિક ભક્તો દાદાને પ્રાર્થના કરી રહ્યાં છે.

CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથ દાદાના શરણોમાં શીશ ઝૂકાવ્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શ્રાવણ માસના પર્વે સોમનાથ ભગવાનના દર્શન કર્યાં હતા. તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ મંદિરના શિખર ઉપર દોરડાં વડે ખેંચીને ધજા ચઢાવવાનો લ્હાવો પણ લીધો હતો. મહત્વનું છે કે મંદિરમાં ધજા ચઢાવવા માટે યાંત્રિક સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી પ્રથમ જ્યોર્તિલિંગ (Somnath mahadev) મંદિર પર સરળતાથી ધ્વજા રોહણ કરી શકાય છે. તો મંદિરના પંટાગણમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્ણ રીતે વંદન પણ કર્યા હતા.

અહીં બારેય માસ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે

અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથીયે પ્રાચીન સ્થાનક વિદ્યમાન છે. જે પ્રસિદ્ધ છે અમદાવાદના સોમનાથ તરીકે. આશુતોષના આ ‘સોમનાથ’ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને એવી અનુભૂતિ થાય છે કે જાણે તેમના ભવ-ભવના સંતાપોનું શમન થઈ ગયું હોય. વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરીખો જ આ પાવનકારી સ્થાનકનો મહિમા છે.

ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે સોમનાથ મહાદેવનું સ્થાનક. અહીં તો દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવારે અહીં સ્થાનકમાં વિશેષ પૂજાનું આયોજન થતું હોય છે. જેમાં ભાગ લેવાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે.

Next Video