Ahmedabad: એમ્બ્યુલન્સ એક પણ લોકાર્પણ અનેક, ધંધુકામાં કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી નજીક આવતા દેખાડા શરુ કર્યા!

|

May 30, 2022 | 3:20 PM

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધંધુકામાં એક જ એમ્બ્યુલન્સનું મહિનામાં બબ્બે વખત લોકાર્પણ કરાયું છે. કોંગ્રેસ દ્વારા એક જ એમ્બ્યુલન્સનું 25 દિવસ બાદ ફરી લોકાર્પણ કરાયું છે.

ગુજરાતની ચૂંટણી (Gujarat elections) નજીક આવતી હોય તેવા સમયે નેતાઓ લોકાર્પણ કરવા કેવા ભૂખ્યા હોય છે તેને પ્રતિત કરતો પુરાવો અમદાવાદના (Ahmedabad) ધંધુકામાં સામે આવ્યો છે. ધંધુકામાં એક જ એમ્બ્યુલન્સનું (Ambulance) બે વખત લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલી એક એમ્બ્યુલન્સનું 3મેએ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેના 25 દિવસ બાદ 29મેએ ફરી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ફરીથી લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક જ એમ્બ્યુલન્સનું મહિનામાં બે વખત લોકાર્પણ કરાયું છે. કોંગ્રેસ દ્વારા એક જ એમ્બ્યુલન્સનું 25 દિવસ બાદ ફરી લોકાર્પણ કરાયું છે. પહેલા ધંધુકાના કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલ એમ્બ્યુલન્સનું 3 મેના રોજ લોકાર્પણ થયુ હતું. જે પછી ગઈઇકાલે એટલે કે 29 મેના રોજ સાંજે ધંધુકા ખાતે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાના હસ્તે સભા યોજી ફરીવાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં એ જ એમ્બ્યુલન્સનું ફરીથી ધામધુમથી લોકાર્પણ કરવામાં આવ્યુ. જેના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને બોટાદ અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલની સ્પષ્ટતા

આ ઘટનાથી પહેલા તો સવાલ એ થાય છે કે શું કોંગ્રસ નેતાઓને ખરેખર તેમના જ કોઈ નેતાએ આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ છે તેની જાણ નહીં હોય?. કે પછી ચૂંટણી નજીક આવતા લોકોને ભરમાવવા માટે તેમણે એક જ વસ્તુને બે વાર લોકો સમક્ષ લઈ જવાની જરુર પડી રહી છે. સમગ્ર ઘટના અંગે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે 20 દિવસ પહેલા યોજાયેલો કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ ન હતો, પરંતુ નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સ ખરીદી હોસ્પિટલને આપવાનો કાર્યક્રમ હતો.

Next Video