Ahmedabad: RTO કચેરીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સની અછત, દસ જ દિવસમાં બેકલોગ 80 હજારથી વધીને 1.25 લાખ થઇ ગયો

આજથી દસ દિવસ પહેલાં રાજ્યમાં લગભગ 80 હજાર લાયસન્સનો બેકલોગ હતો જે આજે વધીને 1.25 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે કે છેલ્લા દસ દિવસમાં જ બેકલોગમાં 45 હજારનો વધારો થયો છે. 

Ahmedabad: RTO કચેરીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સની અછત, દસ જ દિવસમાં બેકલોગ 80 હજારથી વધીને 1.25 લાખ થઇ ગયો
Ahmedabad RTO ( File photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 30, 2022 | 12:48 PM

એક તરફ રાજ્ય સરકાર (State Government) દ્વારા RTO કચેરીને સ્માર્ટ RTO અને સુવિધાને સ્માર્ટ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટ બનવાના પ્રયાસમાં RTO માં સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ (driving licenses)  માટેની ચીપ જ ખૂટી પડી છે. લાયસન્સ માટેના સ્માર્ટ કાર્ડની અછતને પહોંચી વળવા માટે સ્માર્ટ કાર્ડ પૂરા પાડતી કંપનીનો કોન્દ્રાક્ટ રીન્યુ કર્યો છે પણ હવે સ્માર્ટ કાર્ડમાં વપરાતી ચીપ ખૂટી પડતાં ફરી લાયસન્સની સમસ્યા શરૂ થઈ છે. આજથી દસ દિવસ પહેલાં રાજ્યમાં લગભગ 80 હજાર લાયસન્સનો બેકલોગ હતો જે આજે વધીને 1.25 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે કે છેલ્લા દસ દિવસમાં જ બેકલોગમાં 45 હજારનો વધારો થયો છે.  લાયસન્સના સ્માર્ટકાર્ડ બનાવવાની ચીપની અછતને કારણે રાજ્યની આરટીઓ કચેરીઓએ 1.25 લાખ લાયસન્સ ઇસ્યૂ કરવાની પ્રક્રિયા અટકી પડી છે.  જેના કારણે લાયસન્સ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્ય સરકાર દિવસે ને દિવસે તેના વિવિધ વિભાગોની પ્રક્રિયા સ્માર્ટ બનાવી રહ્યું છે. જેથી લોકોને સરળતા રહે. જોકે વિભાગની પ્રક્રિયા તો સ્માર્ટ બને છે પણ તેના પર તે પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે છે કે કેમ તેનું ધ્યાન કોઈ નથી રાખતું. અને તેનાથી લોકો માટે હાલાકી સર્જાય છે. અને આવું જ રાજ્ય સરકારની તમામ RTO કચેરીમાં પરિસ્થિતિ સર્જાઈ છે. કે જ્યાં સ્માર્ટ લાયસન્સ માટેની સ્માર્ટ ચિપ ખૂટી પડતા સ્માર્ટ લાયસન્સ અટકી પડ્યા છે. અને તે વાત RTO અધિકારી પણ કબૂલી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે પ્રક્રિયા અટકી પડતા રાજ્યમાં અત્યારે 1.25 લાખ જેટલા જ્યારે અમદાવાદ માં 20 હજાર ઉપર લાયસન્સ ધારકોના લાયસન્સ અટકી પડ્યા છે. જે પ્રક્રિયા ફરી વહેલી શરૂ થશે તેવી RTO અધિકારીએ ખાતરી આપી છે. પણ તમને જણાવીએ કે આ પહેલી ઘટના નથી. અગાઉ 6 મહિના પહેલા કાર્ડ ખૂટી પડતા લાયસન્સ અટકી પડ્યા હતા. જેના કારણે 2 લાખ ઉપર બેક્લોગ પર પહોંચી ગયો હતો. આ પછી વાહનવ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતા લોકોને ઝડપથી પાકાં લાયસન્સ મળવા લાગ્યા હતાં. જોકે હાલમાં સ્માર્ટ કાર્ડમાં લગાવવામાં આવતી ચિપ જ ખૂટી પડી છે. અને તે માત્ર અમદાવાદ RTO નહિ પણ રાજ્યમાં તમામ કચેરી પર આ જ પરિસ્થિતિ છે. જે અંગે ચિપ કંપનીના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ વિવાદ ન સર્જાય માટે કેમેરા સમક્ષ   કહેવાનું ટાળ્યું. તો આ બાજુ RTO અધિકારીએ જલ્દી સમસ્યા દૂર થવાનું જણાવી લોકો ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરે અને મોબાઇલમાં લાયસન્સ રાખી ઉપયોગ કરે તેવી સલાહ આપી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિત 38 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકાં લાયસન્સ મળતા નથી. જેને લઈને લાયસન્સ ધારકો હાલાકી અનુભવી રહ્યા છે. જે તમામની માંગ છે કે લાયસન્સની સમસ્યા જલ્દી હલ થાય. ત્યારે જોવાનું એ પણ રહે છે કે 1 વર્ષથી ચાલતી સમસ્યાનો અંત ક્યારે અને કેવો આવે છે કે પછી લોકોની સમસ્યા  યથાવત રહે છે. અને જો આમ રહ્યું તો લોકોની સમસ્યા સાથે RTO ની કામગીરીનું ભારણ પણ વધતું જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">