Chhota Udepur: અમિત શાહના હસ્તે થશે પોલીસના નવા આવાસનું લોકાર્પણ , 48 કરોડના ખર્ચે પોલીસ માટે 224 કવાર્ટસ તૈયાર કરાયા

|

May 27, 2022 | 12:38 PM

છોટાઉદેપુર (Chhota udepur)જિલ્લો 2013માં અસ્તિત્વમાં આવ્યો હતો, ત્યારથી જે પોલીસ કર્મીઓ (Police personnel) ફરજ બજાવી રહ્યા છે, તેમણે માળખાકીય સુવિધા મળી રહે તે માટે છોટાઉદેપુર વિસ્તારમાં સુંદર આયોજન કરી 48 કરોડના ખર્ચે 224 ક્વાટર્સ બનાવાયા છે.

રાજ્યમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે જે પોલીસ કર્મી (Police personnel) ખડે પગે ફરજ નિભાવે છે. તેમની ચિતા સરકારે પણ કરી રહી છે. છોટા ઉદેપુરના (Chhota udepur) પોલીસ વિભાગના રહેણાક અને બિન રહેણાક મકાનોનું લોકોર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Union Home Minister Amit Shah) હસ્તે થવા જઇ રહ્યું છે.ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા તમામ પોલીસ કર્મીઓને રહેવા મકાન મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી 29મેએ પોલીસના રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે.

48 કરોડના ખર્ચે પોલીસ માટે 224 કવાર્ટસ તૈયાર

છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લો 2013માં અસ્તિત્વમાં આવ્યો હતો, ત્યારથી જે પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે, તેમણે માળખાકીય સુવિધા મળી રહે તે માટે છોટાઉદેપુર વિસ્તારમાં સુંદર આયોજન કરી 48 કરોડના ખર્ચે 224 ક્વાટર્સ બનાવાયા છે. આ ક્વાટર્સ પરિસરમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બાળકોને રમવા માટેનું ગ્રાઉન્ડ બગીચાની સુવિધા, પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ કરવામાં આવી છે. પોલીસ કર્મીઓના વાહનોના પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવા માં આવી છે.

બિન રહેણાક મકાનોનું પણ 29 એપ્રિલે જ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં આર.એસ.આઈની બિલ્ડીંગ જે 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી અને પોલીસ અધિક્ષકની કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જે 13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આમ છોટાઉદેપુર રહેણાક અને બિન રહેણાક મકાનો પાછળ 61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનું લોકાર્પણ 29 એપ્રિલ 2022ના રોજ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હસ્તે થવા જઈ રહ્યું છે.

Next Video