લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કસી કમર, આપ, ભાજપ અને વિવિધ સામાજિક અગ્રણીઓએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ- વીડિયો

|

Dec 17, 2023 | 9:37 PM

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કોંગ્રેસે કમર કસી છે અને ચૂંટણી પહેલા જ પાર્ટીને મજબુત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આજે ભાજપ, આમ આદમી પાર્ટી અને વિવિધ સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે અને પાર્ટીને મજબુત કરવા જોડતોડની પણ શરુઆત કરી દીધી છે. ત્યારે આજે વિવિધ પાર્ટીના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ, આમ આદમી પાર્ટી અને વિવિધ સામાજિક આગેવાનોએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ભાજપ નક્લી લોકોને સાચવવાનું કામ કરે છે- શક્તિસિંહ

આ તકે શક્તિસિંહે જણાવ્યુ કે વર્તમાન સમયમાં નકલી કચેરી, નક્લી ટોલનાકા સહિત નક્લી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કર્યો કે ભ્રષ્ટાચારનો વ્યાપ ભાજપ સરકારમાં રહેલો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ વિકાસની રાજનીતિ વાતો કરે છે  પરંતુ નક્લી લોકોને સાચવવાનું કામ કરે છે. સરકાર પરીક્ષા તો કરાવે છે પરંતુ તેમાં પેપર ફોડનારા પણ ભાજપના જ માણસો હોય છે.

ભાજપ. આપ અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો જેમા મુખ્યત્વે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય કુલદીપ સિંહ સુરી, આપના ફાઉન્ડર આર.સી. પટેલ અને આનંદ યાજ્ઞિક, વિજય સોલંકી સહિત કુલ 52થી વધુ લોકોને શક્તિસિંહ ગોહિલે અને હિંમતસિંહ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. આ તમામ કોંગ્રેસમાં જોડાનારા સભ્યોએ જણાવ્યુ કે આગામી સમયમાં તેઓ કોંગ્રેસને જીતાડવા પુરતા પ્રયત્નો કરશે.

કોંગ્રસમાં જોડાનારા લોકોની યાદી

  • આર સી પટેલ
  • કુનાલસિંધ સુરી
  •  અનંત યાજ્ઞિક
  •  વિજયસિંહ સોલંકી
  •  ડૉ. શૈલેશભાઇ ભવાનીશંકર જોશી
  •  દક્ષાબેન હરપાલસિંહ બારોટ
  •  હંસણ ઓસ્માણ સુમરા
  •  શૈલેશભાઇ જોશી
  •  મુકેશ ભાનુશાલી
  •  રામજીભાઇ દાફડા
  •  બાબુલાલ મુલાજી પ્રજાપતિ
  •  કાનજીભાઈ પિરાજી વણઝારા
  •  રસુલભાઈ કાળુભાઈ ભૌહરીયા
  •  લક્ષ્મણભાઇ ચૌહાણ
  •  કુરેશી મહંમદ અમરભાઈ શકીલભાઈ

આ પણ વાંચો:દેશના 5 હજાર ગામોમાં સરદાર પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તાપરાનો ધ્યેય- વાંચો કેમ કર્યો આવો સંકલ્પ

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:57 pm, Sun, 17 December 23

Next Video