Amreli News : સાવરકુંડલા પંથકમાં આવેલી ગૌશાળા પાસે શ્વાન અને સાવજની અથડામણ, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2024 | 11:18 AM

અમરેલીના સાવરકુંડલામાં ગૌશાળાના દ્વાર પર શ્વાનનો સામનો સાવજ સાથે થયો. થોરડી ગામે મારણ કરવા આવેલા વનરાજની ગૌશાળાના રખેવાળ શ્વાન સાથે ટક્કર થઇ હતી. ગૌશાળામાં પશુધનની સુરક્ષા અને સલામતી માટે રાખેલા શ્વાનને સિંહનો અણસાર આવતા તે દોડી આવ્યો તેના CCTV સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી વરસાદની મજામાણી રહ્યાં હોય અથવા તો લટાર મારતા હોય તેવા વનરાજના વીડિયો સામે આવતા હોય છે. પરંતુ હાલમાં સિંહે શ્વાનનો સામનો કર્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અમરેલીના સાવરકુંડલાની છે. સાવરકુંડલામાં ગૌશાળાના દ્વાર પર શ્વાનનો સામનો સાવજ સાથે થયો.

શ્વાન અને સાવજની અથડામણ !

થોરડી ગામે મારણ કરવા આવેલા વનરાજની ગૌશાળાના રખેવાળ શ્વાન સાથે ટક્કર થઇ હતી. ગૌશાળામાં પશુધનની સુરક્ષા અને સલામતી માટે રાખેલા શ્વાનને સિંહનો અણસાર આવતા તે દોડી આવ્યા. વનરાજની બે થપાટથી ગૌશાળાનો લોખંડી ઝાપો હચમચી ગયો હતો. બીજી તરફ ચોકીદારી કરતા શ્વાને પણ હિંમત ભેર બંને સિંહ સામે બરાબરની ઝીંક ઝીલી હતી. આ અથડામણ ગૌશાળાનાં CCTVમાં કેદ થઇ હતી.