Mehsana: વડનગરમાં LIC એજન્ટો અસહકાર આંદોલન પર ઉતર્યા, વિવિધ પડતર માગને લઈ કરાયો વિરોધ
મહેસાણા જિલ્લાના વડનગરમાં LIC એજન્ટો અસહકાર આંદોલન પર ઉતર્યા છે. મા પોલિસીમાં GST સહિતની પડતર માંગણીઓ ઉકેલવાની માગ સાથે એક દિવસ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો.
Mehsana: મહેસાણા જિલ્લાના વડનગરમાં LIC એજન્ટો અસહકાર આંદોલન પર ઉતર્યા છે. મા પોલિસીમાં GST સહિતની પડતર માંગણીઓ ઉકેલવાની માગ સાથે એક દિવસ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. LIC એજન્ટોની માગ છે કે ગ્રેજ્યુટી અને જૂથ વીમામાં વધારો કરવામાં આવે. એટલું જ નહીં વીમા પોલિસી ઉપરથી GST દૂર કરવા, કમિશનમાં વધારો કરવા અને પોલિસી ધારકોના બોનસમાં વધારો કરવા માગ કરી છે. જો ટુંક સમયમાં પડતર પ્રશ્નોનું નિરારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે સેવાભાવીઓમાં ઉત્સાહ
ભાદરવી પૂનમને લઈ અંબાજી માતાના દર્શનાર્થે જતા પદયાત્રીઓના નાદથી રસ્તાઓ અંબે માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. દિવસ ભર ચાલતા પદયાત્રીઓ રાત્રે ખૂબ થાકી જાય છે. તેમને આરામની જરૂર પડે છે. તેમના માટે મહેસાણામાં ખેરાલુ-સતલાસણા હાઈવે પર વિશાળ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં એકસાથે 500થી 700 લોકો સૂઈ શકે તેવી વ્યવસ્થા છે. છેલ્લા 24 વર્ષથી અમદાવાદના એક ગ્રૂપનો આ સેવાયજ્ઞ ધમધમે છે. ત્યારે આ વર્ષે પણ પદયાત્રીઓની સેવામાં આ ગ્રુપ સક્રિય છે.
