Gujarati Video: દાહોદના ગરબાડામાં સતત વધી રહી છે દીપડાની દહેશત, ફરી દીપડાએ વૃદ્ધાનો લીધો જીવ

|

May 31, 2023 | 4:21 PM

દાહોદ જિલ્લાના ગરબાડામાં રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. વૃદ્ધાના ગળાના ભાગે દીપડાએ હુમલો કરતા મોત નીપજયું હતું. રાતના સમયે આ ઘટના બની હતી. જેને લઈ વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. મહત્વનુ છે કે આ તરફ દાહોદ જિલ્લામાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ગરબાડાના છરછોડામાં રાતના સમયે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ કરેલા આ હુમલામાં વૃદ્ધાના ગળાના ભાગે ગંભીર ઘા વાગતા વૃદ્ધાનું મોત નિપજ્યું છે. હાલમાં દીપડાના આતંકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેમાં ફરી એકવાર દીપડાના હુમલાનો એકનો જીવ ગયો છે.

આ પીએન વાંચો : દાહોદમાં 2007થી વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસે અજમાવી અનોખી તરકીબ, વાંચો ડીજેના તાલે કેવી રીતે પકડાયો વોન્ટેડ

રહેણાંક વિસ્તારોમાં સતત દીપડાઓના હુમલાથી લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે. અગાઉ લીમખેડામાં બે બાળકીઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. તો બીજી તરફ વન વિભાગની ટીમો પણ આવા આદમખોરોને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે. હાલમાંજ વનવિભાગ દ્વારા દીપડાઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. માનવ વસ્તી તરફ દીપડાઓ આગળ વધી રહ્યા હોવાના બનવો બનતા લોકોમાં ભય ફેલાયો છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video