રાજકોટ વીડિયો : ભારત બેકરીની ખાદ્ય ચીજવસ્તુઓમાં ફરી ભેળસેળ, બેકરી સામે એડજુડિકેશન કેસ દાખલ

|

Dec 16, 2023 | 2:03 PM

રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે. આરોગ્ય વિભાગે ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના ફેલ થયા છે.ભારત બેકરીના ટોસ્ટમાંથી સેકરીન તેમજ સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે.

રાજકોટમાં દૂધ, ઘી, પનીર, જીરું સહિતની વસ્તુઓમાં નકલીની ભરમાર સામે આવ્યા બાદ હવે ટોસ્ટમાં પણ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાઇ રહ્યા છે.રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે. આરોગ્ય વિભાગે ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના ફેલ થયા છે.ભારત બેકરીના ટોસ્ટમાંથી સેકરીન તેમજ સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે.

મનપાના ફૂડ વિભાગ દ્વારા ઑગસ્ટ મહિનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે.19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ પણ લેવાયા હતા.સાથે જ કેકમાં પણ ઇંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે કેકના નમૂના પણ લેવાયા હતા.જો કે હાલ માત્ર ટોસ્ટનો રિપોર્ટ જ આવ્યો છે અને તેમાં ભેળસેળ સામે આવી છે.

મહત્વનું છે કે સિન્થેટિક કલર શરીર માટે ખૂબ જ ઘાતક છે.સિન્થેટિક કલરના ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી આંતરડા, ચામડી તેમજ પેટને લગતા રોગ થઇ શકે છે.તો આવી વસ્તુઓ લાંબા સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઇ શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:46 pm, Sat, 16 December 23

Next Video