અરવલ્લીઃ પાણી બચાવની વાતો વચ્ચે SK-2 યોજનાની મુખ્ય પાઈપલાઈન લીકેજ, સમારકામ કરવા માંગ

| Updated on: Feb 03, 2024 | 5:10 PM

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓ સર્જાતી હોય છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પાણીને અંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવા માટે યોજનાઓ અમલમાં મૂકી છે. જેનાથી મોટી રાહત સર્જાઈ છે. આવી જ એક યોજના એસકે-3 ની મુખ્ય પાઈપ લાઈનમાં મોટું લીકેજ થયાનું સામે આવ્યુ છે.

અરવલ્લી જિલ્લામાં એક તરફ પીવાના પાણીની સમસ્યા અંતરિયાળ વિસ્તારોમાં સર્જાતી હોય છે. આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકારે પીવાના પાણીની યોજનાઓ શરુ કરવામાં આવતા મોટી રાહત સર્જાઇ છે. આ દરમિયાન એસકે-3 યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં લીકેજ સર્જાતા પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થવા લાગ્યો છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

વાત્રક નદીમાંથી પુલ પાસેથી પસાર થતી એસકે-3 યોજવાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી લીકેજ જોવા મળી રહ્યુ છે. સ્થાનિક માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી યોજના થકી મળી રહી છે. આ યોજનાની પાઈપ લાઈનમાં લીકેજ હોવાને લઈ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ ગામડાઓમાં પાણીના ટીંપે ટીંપેને બચાવવા માટે અપીલ કરવામાં આવે છે, જ્યારે આ લીકેજનું સમારકામ છેલ્લા કેટલાય દિવસથી થતુ નથી અને ઉલટાનું લીકેજ વધતુ જઈ રહ્યુ હોવાનું જણાઈ રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 03, 2024 05:09 PM