ભાવનગર શહેર પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો સર્જાયા છે. પોલીસ સ્ટેશનની પાસે જ ચાલી રહેલા જુગારધામને નજીકમાં જ રહેલ પોલીસ તો ના ઝડપી શકી પરંતુ જિલ્લા એલસીબીએ દરોડો પાડીને તેનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં અનેક સ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે રોષ વર્તાઈ રહ્યો છે, ત્યાં શહેરમાં એક સ્થળે પોલીસ મથકની જ બાજુમાં આ રીતે જુગારધામ છડેચોક ચલાવવા જેવી સ્થિતિ હતી. જેને લઈ એલસીબીની ટીમે દરોડો પાડીને જુગારધામને ઝડપી પાડ્યુ છે.
એલસીબીની ટીમે મહિલા સહિત 9 શખ્શોની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસે 2.43 લાખ રુપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. શહેરના ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર ધામ ચાલતુ હોવાની પ્રવૃત્તિ છતા સ્થાનિક પોલીસે તેની સામે કોઈ જ કાર્યવાહી નહી કરવાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ હપ્તારાજમાં જ ડૂબેલી હતી કે કેમ એવા પણ સવાલો થઈ રહ્યા છે. જોકે હવે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આકરી કાર્યવાહી શરુ કરાશે એવા સંકેતો આ દરોડા પરથી જણાઈ રહ્યા છે.
Published On - 6:26 pm, Sun, 13 August 23