દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ઝડપાયેલા દારૂના જથ્થાને લઈ ધોરાજીના પૂર્વ કોંગી MLA લલિત વસોયાએ CMને પત્ર લખ્યો છે. અને રાજ્યમાં ઝડપાયેલા દારૂના જથ્થાને જાહેર હરાજીથી અન્ય રાજ્યમાં વહેંચવા માગ કરી છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે, “ગુજરાતમાં દર વર્ષે 200 કરોડની રકમનો દારૂ ઝડપાય છે, આ દારૂનો નાશ કરવાને બદલે અન્ય રાજ્યમાં હરાજી કરવી જોઈએ, અને હરાજીમાં મળેલી રકમને શહીદો અને પોલીસ જવાનના પરિવારને સહાયરૂપે આપવી જોઈએ….”
આ ઉપરાંત લલિત વસોયાએ પત્રમાં જણાવ્યું છે કે,ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 2020-21ના એક વર્ષમાં રાજ્યમાં 215 કરોડથી વધુનો વિદેશી દારુ તેમજ 16 કરોડ કરતાં વધારે રૂપિયાનો બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેનો પોલીસ વિભાગના ધારા-ધોરણ મુજબ નાશ કરવામાં આવે છે. આથી સરકાર દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવવાનો વિચાર કરશે તો ગુજરાતની જનતા પણ તેને આવકારશે.
Published On - 7:03 am, Thu, 9 February 23