Gujarati video : સુરેન્દ્રનગરમાં ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ, પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા લોકોમાં રોષ

| Edited By: | Updated on: Jul 05, 2023 | 3:22 PM

સુરેન્દ્રનગર શહેરના સિવિલ હોસ્પિટલમાં (civil Hospital) મહાત્મા ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થવાના અહેવાલ સામે આવ્યા છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા ગાયબ થતા લોકોમાં નારાજગી જોવા મળી છે.

Surendranagar  : સુરેન્દ્રનગર શહેરના સિવિલ હોસ્પિટલમાં (civil Hospital) મહાત્મા ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થવાના અહેવાલ સામે આવ્યા છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા ગાયબ થતા લોકોમાં નારાજગી જોવા મળી છે. સાથે જ ગાંધીજીની પ્રતિમા પાસે કચરો પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, રોગચાળાને લઈ AMCનું તંત્ર સતર્ક

આપણા દેશની સ્વતંત્રતામાં મહાન યોગદાન આપનારા મહાત્મા ગાંધીજીનું નામ દુનિયાભરના મહા-પુરુષોમાં મોખરે છે. ત્યારે ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થઇ જવા અને પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા રોષનો માહોલ છે. સત્ય અને અહિંસા ના રસ્તા ૫ર ચાલીને કર્તવ્યોનું પાલન કરવાની સીખ આપતા ગાંધીજીની પ્રતિમા પાસે આ પ્રકારની ગંદકી અને પ્રતિમા સાથે છેડછાડ એક અપમાન જનક બાબત છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો