ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાઓ હાલ પણ યથાવત છે. આજે સાતમો દિવસ છે, અને વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ નિયમન હજુ પણ વણઉકેલાયેલ છે. ત્યારે આ ઈન્ડિગોના સંકટ વચ્ચે અમદાવાદમાં કેટલાક મુસાફરો અટવાયા છે. કુવૈતથી આસામ જતાં મુસાફરો 5 દિવસથી અમદાવાદમાં ફસાઈ ગયા છે. ઓતોરિટી તરફથી પણ તેમને યોગ્ય જવાબ આપવામાં ન આવતો હોવાનો તેમનો આક્ષેપ છે.
મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા હતા પણ હવે અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા છે. ઈન્ડિગો ફ્લાઈટ કેન્સલના સંકટ વચ્ચે એરલાઈન્સ તરફથી પણ યોગ્ય જવાબ મળી રહ્યો નથી જેના કારણે આ મુસાફરો અમદાવાદમાં જ ફસાઇ ગયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
આ મુસાફરોમાંથી એક રકીબ હુસૈન નામનો પ્રવાસી કુવૈતમાં વસે છે અને વર્ષમાં એકવાર પોતાના પરિવારને મળવા ભારત આવે છે. પરંતુ, ઈન્ડિગોના ફ્લાઈટ સંકટને લીધે, તેઓ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં અટવાયેલા છે. અને હોટલનું ભાડું ચુકવીને રહેવા મજબૂર બન્યા છે. એરલાઈન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતો હોવાના પણ આક્ષેપ કર્યો છે.
એક અઠવાડિયાથી દેશભરમાં ઈન્ડિગો ફ્લાઈટ કેન્સ થવાની ઘણી માહિતી મળી રહી છે. હવે આ સમસ્યાને કારણે ઘણા મુસાફરો જ્યાં હતા ત્યાંજ ફસાઈ ગયા છે. આમાંથી જ આસામના કેટલાક મુસાફરો અમદાવાદમાં ફસાયા છે અને ફ્લાઈટ અંગે કોઈ અપડેટ આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published On - 1:17 pm, Mon, 8 December 25