Kutch: અબડાસામાં વરસાદથી તૂટ્યો કાચો રસ્તો, ગામ બન્યું સંપર્ક વિહોણું

|

Aug 07, 2022 | 11:48 PM

ભારે વરસાદને કારણે બારા ગામમાંથી પસાર થતી નદી  (River) બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે થતાં બારા ગામને જોડતો રસ્તો ફરી એકવાર તૂટી ગયો છે. જેને લઇ  કચ્છનું બારા ગામ બીજીવાર સંપર્ક વિહોણું બન્યું છે.

કચ્છના  (Kutch) અબડાસામાં ભારે વરસાદને કારણે બારા ગામ (Bara village) ફરી એકવાર સંપર્ક વિહોણું બન્યું છે. અબડાસામાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે બારા ગામમાંથી પસાર થતી નદી (River) બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે થતાં બારા ગામને જોડતો રસ્તો ફરી એકવાર તૂટી ગયો છે. જેને લઈ  કચ્છનું બારા ગામ બીજીવાર સંપર્ક વિહોણું બન્યું છે. મહત્વનું છે કે પ્રથમ વરસાદમાં (Rain) પણ નદી બે કાંઠે થતાં કાચો રસ્તો તૂટી ગયો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

કચ્છમાં વરસાદે ખોલી તંત્રની પોલ

કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં થોડા વરસાદમાં પણ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. રસ્તા ધોવાયા તેની સાથે પાલિકાની બેદરકારી પણ સામે આવી છે. રસ્તા પર મસમોટા ખાડા પડતા અકસ્માતનો ભય છે. વરસાદી માહોલમાં જ્યારે લોકોને સારા રસ્તાની જરૂર હોય છે, ત્યારે જ કેવી રીતે ખરાબ રસ્તામાંથી પસાર થવા લોકોએ મજબૂર થવું પડે છે. કચ્છ જિલ્લાના ભૂજ શહેરના રસ્તાઓ વાહનચાલકોને સીધા હોસ્પિટલ ભેગા કરી શકે  તેવા બની  ગયા છે.

પેચવર્કની રાહ જોતા આ રસ્તા ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયા છે. વરસાદ પડે એટલે રસ્તાનું ધોવાણ થાય અને ભ્રષ્ટાચાર બિલાડીના ટોપની જેમ બહાર આવી જતું હોય છે. લોકોના ટેક્સના પૈસાથી આ તે કેવા રસ્તા બનાવ્યા કે જ્યાંથી પસાર થવું અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે. હદ તો એ વાતની છેકે પાલિકા પ્રમુખ પણ સ્વીકારી રહ્યા છે કે શહેરના રસ્તા ખરાબ છે, જો ખુબ જ ભારે વરસાદ પડતો હોય અને રસ્તા ધોવાય એ સમજી શકાય, પરંતુ થોડા વરસાદમાં જ આ રસ્તા જર્જરિત બન્યા છે અને પાલિકાના નબળા કામની પોલ ખુલી છે. ત્યારે પાલિકાનું બેદરકાર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે લોકોને સારા રસ્તા મળશે તેની રાહ જોવાઈ રહી છે.

Next Video