રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાદનું જોર વધશે

હવામાન વિભાગનું (IMD)  માનીએ તો આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાદનું જોર વધશે
Rain in gujarat
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 03, 2022 | 8:26 AM

રાજ્યમાં ફરીથી વરસાદી (rain gujarat) માહોલ જામશે . થોડા દિવસ વિરામ લીધા બાદ હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ (rain Forecast) પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં (kutch) આજથી વરસાદ પડશે. તો 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (IMD)  માનીએ તો આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

ઉતર ગુજરાતમાં વરસાદ વરસ્યો

સમગ્ર રાજ્યમાં એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે.દક્ષિણ ગુજરાત (South gujarat) સહિત રાજ્યમાં છુટાછવાયાો વરસાદ જોવા મળ્યો.બે દિવસ પહેલાસાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે બડોલીની ઘઉંવાવ નદી બે કાંઠે વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી.તો ઈડરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 23 ઈંચ વરસાદ નોંધાયો છે.તો બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati