AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: જખૌ નજીકના ખિદરત ટાપુ પરથી ચરસના પેકેટ મળ્યા, BSF ને પેટ્રોલીંગ દરમિયાન 10 પેકેટ મળ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:32 PM
Share

Khidrat Island: કચ્છના જખૌ (Jakhau Port) નજીક નિર્જન ટાપુ વિસ્તારમાંથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. BSF ને ચરસનો મોટો જથ્થો 10 પેકેટના રુપમાં એક કોથળામાં પેક કરેલ આ જથ્થો

 

કચ્છના જખૌ (Jakhau Port) નજીક નિર્જન ટાપુ વિસ્તારમાંથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. BSF ને ચરસનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. 10 પેકેટના રુપમાં એક કોથળામાં પેક કરેલ આ જથ્થો હાથ લાગ્યો છે. હાલમાં 15 ઓગષ્ટને લઈ સરહદી સુરક્ષા દળો ખૂબ જ એલર્ટ છે. સામાન્ય દિવસોમાં પણ કચ્છ સહિતની બોર્ડર સુરક્ષા દળો બારીકાઈથી તમામ ગતિવિધીઓ પર નજર રાખતુ હોય છે. જેને લઈ એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 40 પેકેટ નશીલા પદાર્થના ઝડપાયા છે.

જખૌ નજીક આવેલા ખિયાદત ટાપુ પર BSF ની ટીમને બિનવારસી એક કોથળો મળી આવ્યો હતો. જેમાં પેક કરેલ 10 પેકેટ ચરસનો જથ્થો હોવાનુ જણાતા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. કેવી રીતે આ જથ્થો અહીં પહોંચ્યો એ અંગેની જાણકારી મેળવવા માટેની તપાસ શરુ કરવામાં આવી છે. સરહદી સુરક્ષા દળો વિસ્તારમાં સર્ચ અને પેટ્રોલિંગ કરવા કરવા દરમિયાન આ પ્રકારે જથ્થો હાથ લાગી રહ્યો છે, અને પાડોશી દેશોમાંથી થતી નશીલા પદાર્થો ઘૂસાડવાની હરકતોને સુરક્ષા દળો નિષ્ફળ બનાવતા હોય છે.

 

આ પણ વાંચોઃ  USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

 કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 13, 2023 05:31 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">