કચ્છ: ગાંધીધામની GD ગોયન્કા શાળાની ગંભીર બેદરકારી, બાળકોને ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ભણાવાયો પાઠ

|

Mar 19, 2024 | 8:56 PM

ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાએ બાળકો માટેના પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગાય અંગે લખાયેલા ફકરામાં વિવાદીત લખાણ કરવામાં આવ્યું છે, ત્યારે ગાય માતાનું અપમાન થતાં વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે. વિવાદ વકરતાં શાળા સંચાલકે માફી માગી છે.

કચ્છના ગાંધીધામની એક શાળાના પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘GD ગોયન્કા’ શાળાએ બાળકો માટેના પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગાય અંગે લખાયેલા ફકરામાં વિવાદીત લખાણ કરવામાં આવ્યું છે, ત્યારે ગાય માતાનું અપમાન થતાં વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે. વિવાદ વકરતાં શાળા સંચાલકે માફી માગી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીધામની GD ગોયન્કા શાળામાં હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકોને ઈત્તર પ્રવૃત્તિ માટે બાળકોને એક વર્કશીટ આપવામાં આવી હતી. આ વર્કશીટમાં ગાયના ચિત્ર સાથે નીચે એક ફકરો લખવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ગૌમાંસ ખાઈ શકાય છે, આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.

 

Next Video