કચ્છ(Kutch)જિલ્લામાં પશુઓના ચારા (Fodder) માટે વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જેમાં બન્નીના વિશાળ ઘાસના મેદાન ધરાવતા કચ્છ જિલ્લામાં ઘાસની અછત સાથે જ દૂધના પણ પૂરતા ભાવ ન મળતા માલધારીઓની ( Cattlebreeders) કફોડી હાલત થઈ છે. જિલ્લાના લખપતના કૈયારી ગામના માલધારીનો વ્યથા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ માલધારીએ સરકાર પાસે દૂધના પોષણક્ષમ ભાવ અને ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.લખપત આસપાસના ગામોમાં પશુઓ માટે ઘાસચારો રહ્યો નથી. ત્યારે પશુઓનો નીભાવ પણ મુશ્કેલ બન્યો છે. તંત્ર તરફથી માલધારીઓને સહાય નહી કરવામાં આવે તો તેઓને હિજરત કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી
આ પણ વાંચો : GANDHINAGAR : ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ, 10 દિવસ પહેલા ગયા હતા કેનેડા