Kutch : જિલ્લામાં વહીવટી તંત્ર રેસ્ક્યુ કામગીર માટે સજ્જ, મનસુખ માંડવિયાએ એરફોર્સ સ્ટેશન અને હોસ્પિટલની તૈયારી અંગે કરી સમીક્ષા, જુઓ Video
બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ સિનિયર ઓફિસરો પાસેથી તૈયારીની માહિત મેળવી હતી.
Cyclone Biporjoy : બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભુજ એરફોર્સ સ્ટેશનની (Bhuj Air Force Station) મુલાકાત લીધી હતી. મંત્રીએ સિનિયર ઓફિસરો પાસેથી એરફોર્સ દ્વારા વાવાઝોડા સંદર્ભે કરાયેલ તૈયારીની જાણકારી સમીક્ષા કરી હતી. સાથે જ એરફોર્સને વાવાઝોડાને લઈ કરેલ તૈયારીઓ માટે બિરદાવી હતી. ખાસ કરીને કાટમાળ ધરશાય કે ફાયરની ઘટનામાં પહોંચી વળવા તમામ સાધનોથી સજ્જ ગરુડ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
મંત્રી મનસુખ માંડવીયાએ ડિફેન્સ સિક્યુરિટી કોર્પની વધારાની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. વિંગ કમાંડર એમ. એસ. રાઠોડે મંત્રીને ટીમની વિશેષતાઓ અને સજ્જતા અંગે જાણકારી આપી હતી. આ દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વાવાઝોડાની તૈયારી સંદર્ભે ભુજની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી. હોસ્પિટલ ખાતે મંત્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ OPDની મુલાકાત લીધી હતી. તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલ મુલાકાત દરમિયાન દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો