કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી 4 કરોડની કિંમતનો રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

|

Feb 24, 2022 | 9:18 AM

કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો છે. આ મામલે હાલ DRIની ટીમે કાર્યવાહી આરંભી છે. એક કન્ટેનર અટકાવીને 5 ટનથી વધુ રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડયો છે.

કચ્છઃ (Kutch) અદાણી મુન્દ્રા પોર્ટ (Mundra Port)પરથી રક્ત ચંદનનો (RED Sandalwood)જથ્થો ઝડપાયો છે. કચ્છના અદાણી મુદ્રા પોર્ટ પરથી ચોખા નિકાસ કરવાની આડમાં રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો છે.DRIએ 5 ટનથી વધુ રક્ત ચંદનનો જથ્થો ઝડપ્યો છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.DRIને મળેલી ગુપ્ત માહિતીના આધારે દુબઈમાં નિકાસ કરવા અર્થે પોર્ટ પર આવેલા એક કન્ટેનરની તપાસ કરવામાં આવી.. તપાસ દરમિયાન ચોખાના જથ્થા સાથે છૂપાવાયેલા રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જતું હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન મુંદ્રા પોર્ટ પરથી ૩ હજાર કિલો રક્ત ચંદનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પણ ચીનમાં આ રક્તચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી આ લાકડું ભારતમાંથી ગેરકાયદે ચીન પહોંચાડવામાં આવે છે.

 

આ પણ વાંચો : PM MODI ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરી શકે છે, બે દિવસીય ગુજરાત મુલાકાતે

આ પણ વાંચો : Russia-Ukraine Conflict : સંભવિત યુદ્ધના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, પહેલીવાર એરસ્પેસમાં રશિયાના વિમાનની ઘૂસણખોરી

Published On - 7:02 am, Thu, 24 February 22

Next Video