GANDHINAGAR : સી.આર.પાટીલ સાથે ઠાકોર અને કોળી સમુદાયની બેઠક, જાણો કઈ બાબતે ચર્ચા થઇ

|

Jan 05, 2022 | 6:06 PM

આ બેઠક પહેલા કોળી સમાજના આગેવાનોમાં ફાડ પડી છે. આ બેઠક પહેલાં સુરેન્દ્રનગરથી ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં બંને સમુદાય અંગે કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઇ.

GANDHINAGAR : કોબા ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી.આર.પાટીલ સાથે ઠાકોર અને કોળી સમુદાયની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને સમુદાય અંગે કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઇ. આ બેઠકમાં ઠાકોર કોળી સમુદાય નિગમના બજેટ અને શૈક્ષણિક શાળા અંગે કોળી સમુદાયમાંથી માગ કરવામાં આવી. કોળી સમુદાયની બે માગને લઈને પાટીલનું હકારાત્મક વલણ હોવાનું જાણવા મળ્યું છે.

તો શૈક્ષણિક શાળા માટે પ્રયત્નોમાં સહકાર આપવાની સી.આર.પાટીલે વાત કરી. સામે ઠાકોર કોળી સમુદાય નિગમનું બજેટ 12 કરોડ રૂપિયાથી વધારવાની માગ કરવામાં આવી અને બેઠક બાદ બજેટ અંગે ઘટતું કરવા અંગે પાટીલે હકારાત્મક વલણ દાખવ્યું છે. ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઠાકોર સમાજના વિકાસ માટેની ગ્રાન્ટ વધારવામાં આવે તેવી માંગણી કરાઇ, સાથે જ વર્ષ 2020ની વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ ટિકિટ આપવામાં આવે તેવી માગ પણ કરાઇ.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પહેલા કોળી સમાજના આગેવાનોમાં ફાડ પડી છે. આ બેઠક પહેલાં સુરેન્દ્રનગરથી ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી હતી  અને કહ્યું કે, બાવળિયા સમાજ સાથે ઊભા નથી રહેતા. તેઓ મને અલગ પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. વધુમાં જણાવ્યું કે, તેઓ વેલનાથ સેનાના નામે અલગથી સંમેલન બોલાવશે. આગામી 15-20 દિવસમાં સુરેન્દ્રનગર ખાતે સંમેલન મળશે. જે બાદ જિલ્લા અને તાલુકા પ્રમાણે સંમેલન મળશે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું ભાજપમાં જ છુ અને ભાજપમાં જ રહીશ.

આ પણ વાંચો : Ahmedabad : વેક્સિન બાબતે પોલીસનું જાગૃતિ અભિયાન, AMCએ પોલીસને સોંપી નવી જવાબદારી

Next Video