TV9 Exclusive : ‘લમ્પી’ની લપેટમાં ગુજરાત, અમૂલના ચેરમેને વર્તમાન સ્થિતિ અંગે કરી ચર્ચા, પશુપાલકોને આપી સલાહ

|

Aug 04, 2022 | 1:10 PM

અમૂલના (AMUL) ચેરમેન આર.એસ. સોઢીએ (RS Sodhi) TV9 સાથેની ખાસ મુલાકાત દરમિયાન પશુપાલકોએ કેવી સાવચેતી રાખવી તે અંગે જણાવ્યુ છે.

રાજ્યમાં લમ્પી વાયરસે (gujarat lumpy virus)  કહેર વર્તાવ્યો છે.ગૌવંશમાં જેટ વિમાનની ગતિએ લમ્પી વાયરસ (Lumpy virus) પ્રસરી રહ્યો છે.છેલ્લા 48 કલાકમાં 159 ગૌવંશ પશુઓનાં મોત થયા છે. આ સાથે જ રોગચાળાથી સત્તાવાર મોતનો આંકડો 1 હજાર 639 પર પહોંચ્યો છે.જ્યારે વધુ 106 ગામોમાં આ વાયરસ વકર્યો છે અને પશુપાલકો ચિંતિત બન્યા છે, ત્યારે અમૂલના (AMUL) ચેરમેન આર.એસ. સોઢીએ (RS Sodhi) TV9 સાથેની ખાસ મુલાકાત દરમિયાન પશુપાલકોએ કેવી સાવચેતી રાખવી તે અંગે જણાવ્યુ છે.

લમ્પી વાયરસને નાથવા અમૂલ સંઘ પણ મેદાનમાં

અમૂલના ચેરમેને જણાવ્યું કે,ગુજરાત સરકાર (Gujarat Govt) અને અમૂલ સંઘ મળીને હાલ કામ કરી રહ્યું છે.ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા, કચ્છ, (Kutch) અને જામનગરમાં વધુ સંક્રમણ ફેલાયો છે.સાથે તેણે જણાવ્યું કે, ગભરાવવાની જરૂર નથી.આ એક વાયરલ ફીવર (viral fever) છે.જેમાં સંક્રમિત પશુ 10 થી 15 દિવસમાં ઠીક થઈ જાય છે.આ સાથે તેણે વધતા સંક્રમણને રોકવા માટે વેક્સિનેશન કરવાનુ પણ પશુપાલકોને જણાવ્યુ છે.વધુમાં તેણે કહ્યું કે, સરકારના પશુપાલન વિભાગ અને અમૂલના સહયારા પ્રયત્નોથી  11 લાખ પશુઓનુ વેક્સિનેશન થયુ હોવાનુ જણાવ્યુ છે.

 

Next Video