Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલમાં કુલર શોભાના ગાંઠીયા સમાન, દર્દીના સગાઓને હાલાકી

|

Sep 22, 2022 | 9:26 AM

સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) કુલ પાંચ બ્લોક છે. દરેક ફ્લોર પર કુલર મુકવામાં આવ્યા છે, પણ તેમાં પાણી નથી આવતું. 

અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital)  દર્દીઓ સારવાર લે છે અને સાજા થઈને જાય છે.આ એક સારી બાબત છે પરંતુ બીજી તરફ આ હોસ્પિટલનું એક પાસું એવું પણ છે જે હોસ્પિટલ (SSG Hospital) તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે.આ માટે TV9 ની ટીમે સોલા સિવિલમાં એક રિયાલીટી ચેક કર્યું. આ રિયાલિટી ચેક દરમિયાન એક એવી સમસ્યા સામે આવી, જેને કારણે દર્દીના (Patient)  સગાઓએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

સોલા સિવિલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

હોસ્પિટલમાં પીવાના પાણી માટે કુલર તો છે, પણ આ કુલર શોભાના ગાંઠીયા સમાન છે, કારણકે તેમાં પાણી જ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ પાંચ બ્લોક છે. દરેક ફ્લોર પર કુલર મુકવામાં આવ્યા છે, પણ તેમાં પાણી નથી આવતું.  આટલું જ નહીં, પણ અમુક જગ્યાએ તો વીજતાર પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. TV9 ને જ્યારે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું તો આ તમામ સમસ્યાઓ સામે આવી. દર્દીના સગાઓની ફરિયાદ છે કે તેમને પાણી લેવા માટે છેક આઠમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવું પડે છે.

નવાઈની વાત તો એ છે કે હોસ્પિટલ તંત્ર દર્દીઓના સગાઓની આ પરેશાનીથી સાવ અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે. અહીં સવાલ એ છે કે હોસ્પિટલમાં ક્યાં શું ચાલી રહ્યું છે તે હોસ્પિટલ તંત્રના જવાબદાર અધિકારીને જ ખબર નથી ? ટીવીનાઈનના આ રિયાલિટી ચેક બાદ આ અંગે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલના (Sola Civil hospital) આરએમઓએ બધી સુવિધાઓ યોગ્ય હોવાની હામી ભરી.

 

(ઈનપૂટ ક્રેડિટ-જીગ્નેશ પટેલ, અમદાવાદ)

Published On - 9:25 am, Thu, 22 September 22

Next Video