Surendranagar : ઓરડાની અછતના કારણે તંબુમાં ભણવા થયા મજબુર, 9 વર્ષથી 16 ઓરડાની જરૂરિયાત સામે 4 જ ઓરડા, જુઓ Video

|

Mar 22, 2024 | 10:57 AM

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં શાળાના પુરતા ઓરડા ન હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે ધોરણ 1 થી 8 ના નાના ભુલકાઓ ટેન્ટમાં ભણવા મજબુર બન્યા છે. શાળામાં 16 ઓરડાની સામે ફક્ત ચાર ઓરડામાં 567 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકાર દ્વારા શિક્ષણ પાછળ દર વર્ષે કરોડોનો બજેટ ફાળવવામાં આવે છે. અનેક જાહેરાતો કરી બાળકોને શિક્ષણ મળી રહે તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે, પરંતુ વઢવાણ શહેરની અંદર આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં બાળકોને ભણવુ છે, પરંતુ શાળામાં પુરતા ઓરડા નથી.એવુ નથી કે સરકારને આ વાતની જાણ નથી, નવ વર્ષથી આ શાળાના આચાર્યએ સરકાર પાસે ઓરડાની ઘટ બાબતે અવાર નવાર લેખિત-મૌખિક માગણીઓ કરેલી છે. જો કે બાળકોના શિક્ષણ માટે ઓરડા બનાવવાની કોઇ દરકાર લેવાઇ નથી.

આ પણ વાંચો-અમદાવાદઃ ક્રિકેટના સટ્ટામાં હાર્યા બાદ ચોરીમાં ફાવટ આવી જતાં ગોડાઉન ભાડે રાખવા પડ્યા

હાલ આ વિસ્તારમાં આવેલી શાળામાં 567 વિધાર્થીઓને ભણવુ છે, પરંતુ ઓરડા ન હોવાથી બાહાર ટેમ્પરરી તંબુમાં ભણવાનો વારો આવ્યો છે. લોકોના મનમાં સવાલ થાય કે સરકાર દર વર્ષે આટલા ઓરડા બનાવવીશુ એવુ રટણ કરે છે, ગ્રાન્ટ મોકલે છે તો શા માટે નવ વર્ષથી 16 ઓરડાની જરૂરિયાત સામે ચાર ઓરડાની શાળા છે. ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચવામાં આવ્યો છે, ત્યારે તંબુમાં બેસીને પંખા કે હવા વગર તડકો વેઠી ભણવા મજબુર બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video