Gujarati VIDEO : પાડાના વાંકે પખાલીને ડામ ! યુવકે ઓનલાઇન જુગારમાં લાખો રૂપિયા ગુમાવ્યા, દેવુ ન ભરાતા પિતાનુ અપહરણ
પુત્રને ઓનલાઈન જુગારની એવી તે લત લાગી કે પાંચ લાખના દેવામાં ડૂબી ગયો અને દેવુ ભરપાઈ ન કરી શકતા પિતાનુ અપહરણ થયુ.
Rajkot : રાજકોટના ઉપલેટામાં પુત્રની ઓનલાઈ જુગારની લતના કારણે પિતાને અપહરણ બાદ માર ખાવાનો વારો આવ્યો છે. પુત્રને ઓનલાઈન જુગારની એવી તે લત લાગી કે પાંચ લાખના દેવામાં ડૂબી ગયો અને દેવુ ભરપાઈ ન કરી શકતા પિતાનુ અપહરણ થયુ.
ઓનલાઈન જુગારની લત ભારે પડી ગઈ
બનાવની વાત કરીએ તો ઉપલેટામાં એક કારખાનેદારના કેવિન નામાના પુત્રને ઓનલાઈન જુગારની લત લાગી હતી.જેમાં કેવિન પાંચ લાખ રૂપિયા હારી ગયો. અને ઉઘરાણી વાળા ફોન કરતા તો તે કોઈ જવાબ નહોતો આપતો.બાદમાં ત્રણ યુવકોએ કેવિનના પિતાને મળવા બોલાવ્યા અને બાદમાં તેનુ અપહરણ કરીને લઈ ગયા.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ઘોરાજીના સૂપેડી નજીક કારખાનેદારને માર મારી કારમાંથી ઉતારી દીધા.ફરિયાદના આધારે પોલીસે હાલ ભૌમિક ભારાઈ, વિવેક અને અન્ય શખ્શ સામે ગુનો દાખલ કર્યો છે.પોલીસે આરોપી સામે અપહરણ અને મારામારી સહિતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસો અગાઉ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત થયુ હતુ. ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેભાન થયા બાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તબીબે આ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. હાલ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
